Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4.7  

Manishaben Jadav

Inspirational

વ્યક્તિ મહાન બનતા

વ્યક્તિ મહાન બનતા

1 min
167


લઈ પાટી અને પેન ચાલ્યા'તા જ્યારે ભણવા

મમ્મી પપ્પાની આંગળી પકડી ચાલ્યા શીખવા

લઈ મનમાં એક સ્વપ્ન વ્યક્તિ મહાન બનતા..!


ખૂબ કરી મહેનત સફળતા સુધી પહોંચવા

નામ પોતાનું અને પરિવાર તણું ઊંચું કરવા

લઈ મનમાં એક સ્વપ્ન વ્યક્તિ મહાન બનતા...!


દિન રાત સખત મહેનતથી અમે પસાર કરતા

પરિશ્રમ જ ઉપાય જાણી આગળ વધતાં 

લઈ મનમાં એક સ્વપ્ન વ્યક્તિ મહાન બનતા...!


શિક્ષણ સિવાય અન્ય વસ્તુઓ છોડી કંઈક બનતા

દેખાદેખી અને ઈર્ષ્યાથી દૂર રહી જીવન જીવતા

લઈ મનમાં એક સ્વપ્ન વ્યક્તિ મહાન બનતા...!


શિક્ષણ થકી જ ઉજળું ભવિષ્ય એ જાણતા

શિક્ષણ મેળવી જીવનમાં સફળતા મેળવવા

લઈ મનમાં એક સ્વપ્ન વ્યક્તિ મહાન બનતા...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational