વસમી વિદાય
વસમી વિદાય
1 min
489
પિતાજી, આંખના અમીઅશ્રુઓ ના વહેવડાવશો..
આજ તમારી દિકરી મીનું એના પિયુ ઘેર ચાલી.
સાસરીમાં દૂધમાં સાકર ભળે એમ ભળી
જઈશ..કુટુંબમાં હળીમળીને રહીશ.
હૈયે ધરપત રાખજો પિતાજી.
મા બાપનું નામ રોશન કરીશ.
આપની શિખામણ અને સંસ્કાર
સદાય સાથ રાખીશ...
મારી ચિંતા ના કરશો
સાસરીમાં બધાના દિલ જીતી લઈશ.
આપો પિતાજી મને હવે વિદાય.....!