વરસાદ, રોમાન્સનો સાદ
વરસાદ, રોમાન્સનો સાદ


શાહીની જગ્યાએ, મારી કલમમાં આવેલા વરસાદી ટીપાએ, કરી કમાલ છે,
મારી કવિતા, મારી ગઝલ પણ થઈ ગઈ જાણે, ગમતાનો ગુલાલ છે,
ગમતાનું કરવું ગુલાલ તો છે, આપણી આગવીલાક્ષણિકતા
ઋતુઓની રાણી, ચોમાસું આપે જાણે, જવાનદિલોનો અહેવાલ છે,
આ વરસાદ તો છે ધરતીનો, મસ્ત મજાનો મનગમતો મીત,
જવાન દિલો ભીંજાઈ જાય, એવો વરસાદ અને ધરતી વચ્ચે વ્હાલ છે,
વરસાદનું વરસતું પાણી તો, લગાવી દે છે જવાન દિલમાં આગ,
માણી લેજો, વરસતા વરસાદનો, રોમાન્સ ભર્યો બાગ માલામાલ છે,
એના ઝુલ્ફોથી સરકતા વરસાદી ટીપા, પામી જશે પોતાની મંઝીલ,
નૃત્ય કરતા વરસાદી ટીપાની, મંઝીલ તરફની માદક તાલ છે,
વરસતો વરસાદ તો, ભરી દેતો હોય છે અંગે અંગમાં મસ્તી
આંખો આંખોમાં થતી વાતો, પગને આપે મદમસ્ત ચાલ છે,
વરસતો વરસાદનો મોસમ તો હોય છે હંમેશ લપસણો,
કમરની ઢાળ પરથી લપસતા ટીપા તો કરે બધીરીતે ન્યાલ છે,
તપ્ત ધરતીને તૃપ્ત કરતો વરસાદ, ખીલવે છે મસ્ત મેઘધનુષ,
એવું લાગે કે જાણે, જવાન દિલોના મિલાપે કર્યું કામણગારી કમાલ છે.