Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અજય પરમાર

Romance

4.3  

અજય પરમાર

Romance

વરસાદ અને એની યાદ..

વરસાદ અને એની યાદ..

1 min
323


વરસાદ અને એની યાદ સાથે

ગાઢ સંબંધ છે મારે,

વરસાદ આવે અને એની યાદ આવે

એ તો છેજ જાણે,


પણ એની યાદ આવે ને આંખોમાંથી પણ,

વરસાદ આવી જાય,

સાથે નથી એ મારા, પણ આ વરસાદ

એની યાદોને મારા સુધી તાણી લાવે છે !


વિજળીના ચમકારા સાથે

એની યાદ દિલમાં ઉતરે છે,

અને પછી ત્યાં

કડાકા ભડાકા થાય છે !


ઝાડના પાદડા પરથી

ટપટપ કરતાં વરસાદના ટીપાં

યાદ અપાવે છે એના,

પાયલના ઝણકારની !


વહેતા ઝરણાના વહેણમાં,

હું પણ તણાઈ જાવ છું, એની યાદોમાં,

વરસાદમાં પલળ્યાં વગર જ,

ભિંજાય જાવ છું એની યાદોથી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance