Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

THAKOR BHARATSINH

Romance Others

3  

THAKOR BHARATSINH

Romance Others

વર્ણન કરું

વર્ણન કરું

1 min
198


ચાંદનીશી શોભા તારી

હું શું વર્ણન કરું..!

સૂરજશી આભા તારી

હું શું વર્ણન કરું..!


છે જ તું જળકમળવત્

હું શું વર્ણન કરું..!

મેઘધનુષી રંગે રંગાયેલી

હું શું વર્ણન કરું..!


કોયલશી બોલી તારી

હું શું વર્ણન કરું..!

નમણી નાજુક નયન તારા

હું શું વર્ણન કરું..!


હિરનીશી ચાલ તારી

હું શું વર્ણન કરું..!

તું છે કલ્પનામૂર્તિ મારી

હું શું વર્ણન કરું..!


છે જ તું અવર્ણનીય 

હું શું વર્ણન કરું..!

તું છે હસતી રમતી

હું શું વર્ણન કરું..!


કાયા તારી કંચનવરણી

હું શું વર્ણન કરું..!

દિલ તારું લાગણીનો દરિયો

હું શું વર્ણન કરું..!


તારા હાસ્યમાં ઝરે ફૂલ

હું શું વર્ણન કરું..!

તું પૂર્ણ નારી નારાયણી

હું પામર શું વર્ણન કરું..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance