Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

sonu sonanu

Drama Others

4  

sonu sonanu

Drama Others

વિયોગે ઝુરાવી

વિયોગે ઝુરાવી

1 min
378


આજ અષાઢને પોંખવા કોયલે મધુર વાણી ટહુકાવી,  

થયું વરસાદનું આગમન અને ધરતી ખૂબ ભીંજાણી,

પૂનમની રાત આકાશેથી અજવાસની ચાંદની વેરાણી,

મોસમે હૈયાંને હાશ વળે એવી શીતળ ઠંડક પ્રસરાવી,

ઊંડી આહ્ ભરી સાજણની યાદમાં પળ પળ વિંઝાણી,


કાળીડીબાંગ વાદળી આખી રાત ઘનઘોર અંધારી,

ઊગ્યું નવું પ્રભાત તો પિયુ મિલનની આશ જાગી,

આવશે મારો ભરથાર સ્વાગત કરીશ બાહોનાં હારથી,

મિલન અમારું એવું કોઈ તરસ્યાંની પ્યાસ બુઝાણી,

તનમનની આશ પૂરી પિયુ મિલને પળ પળ વીંટળાણી.


આવ્યો હુકમ રાજાનો કરો સૈનિકો સૈન્યની તૈયારી,

દુશ્મન પડઘા પાડતો આવે છે રાજ પર થવા સવારી,

વાંચી હુકમને ભરથાર કહે રાજ્યની લાજ બચાવવી,

સેનાપતિ બનતા સોગંધ લીધા હું જાત નહી છૂપાવી,

તિલક કરી કપાળે રાજ્ય કાજ હસતાં વિદાયું દીધી.


ખડાગ ખડાગ કદમો ઉપડ્યાં મારી ચિંતાઓ ઘેરાણી,

ઈચ્છા થઈ પાછા વાળી લઉં પણ હું અર્ધાંગિની મર્દાની,

રણમેદાને યુદ્ધમાં આક્રોશ ભરી અગ્નિ ખૂબ વરસાવી,

મળ્યાં સમાચાર સંધ્યાટાણે સેનાપતિ અંતિમ પ્રવાસી,

વહોરી નાથ શહીદી આજીવન મને તમ વિયોગે ઝુરાવી.


Rate this content
Log in