Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nardi Parekh

Abstract

3  

Nardi Parekh

Abstract

વિશ્વ નિયંતાનો વૈભવ

વિશ્વ નિયંતાનો વૈભવ

1 min
153


અનંત તારા ઉપકારોને

કેમ કરી વિસરાય

સારી સૃષ્ટિના સર્જનહાર ..


જળસ્થળ સચરાચરમાં વ્યાપક,

જાયે ન કોઈ ખાલી યાચક.

ઊંચનીચના ભેદ ભૂલીને

દેતો તું ઉપહાર...

સારી સૃષ્ટિના સર્જનહાર ..


સૂર્ય ચંદ્ર તુજ ઓથે અટક્યા,

ગ્રહો ને તારા નભમાં લટક્યા.

તુજ બ્રહ્માંડે ફરતા ફરે છે,

અથડાયે ના લગાર..

સારી સૃષ્ટિના સર્જનહાર ..


ફૂલડામાં ફોરમ થઈ વસતો,

તારલિયો થઈ નભમાં હસતો.

ઋતુ ઋતુના વૈભવ સંગે,

ભર્યો ભર્યો દરબાર....


વાદળ થઈને વિહરે નભમાં,

વિલસે લીલા મેઘધનુષમાં.

અવની કેરી પ્યાસ બુઝાવા,

 વરસે થઈ મલ્હાર....


સારી સૃષ્ટિના સર્જનહાર ..

પથ્થરમાંથી નદી વહાવે,

 માનાં સ્તનથી દૂધ વહાવે.

વન વગડામાં દીસતી તારી

 શોભા અપરંપાર....

સારી સૃષ્ટિના સર્જનહાર ..


વીજલડી થઈ નભમાં દમકે,

મયુર નાચે મેઘને ઠમકે.

સોળે કળાએ ખીલતો થઈને

 મેઘ તણો છડીદાર....

સારી સૃષ્ટિના સર્જનહાર ..


તેજ તણો તું પુંજ છે દાતા,

એક કિરણની મુજને આશા.

એક બિંદુ છે સિંધુ મારે

ભૂલીશ નહીં ઉપકાર...

 સારી સૃષ્ટિના સર્જનહાર ..


પ્રેમ તણી બંસીને છેડી

અંતર કેરી ભોમકા ખેડી

કાળજડે કિલકારી કરતો,

નંદીનો કિરતાર....

સારી સૃષ્ટિના સર્જનહાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract