Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parul Thakkar "યાદે"

Drama

5.0  

Parul Thakkar "યાદે"

Drama

વીતેલો સમય

વીતેલો સમય

1 min
315


ઘોડિયે નહીં તો કંઈ નહીં પણ

ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે,

પણ ભૂખ લાગે તો ક્યાં ફરી

મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ?


કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ

ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે,

પણ દફતર ફેંકી રમવા દોડવું

એવું હવે ક્યાં કરી શકાય છે ?


ઝાડ પર નહીં તો કોલર ટયુનમાં

કોયલ- ટહુકા સાંભળી શકાય છે,

પણ અમથું અમથું ક્યાં ફરીથી

કોયલ સંગ ટહુકી શકાય છે ?


મિત્રો સંગે તાળી દઈ હજુ એ

જોને ખિલખિલ હસી શકાય છે,

પણ મનગમતી ચીજ મેળવવા

ક્યાં હવે ભેંકડો તાણી રડાય છે ?


જા તારી કિટ્ટા છે કહીને હજુ એ,

પળમાં દુશ્મની કરી શકાય છે ,

પણ બીજી જ પળે બુચ્ચા કરીને

ક્યાં કોઈનેય મનાવી શકાય છે ?


મોટા થવાની ઈચ્છા કરીને જુઓ

ઝટ મોટા તો થઇ જવાય છે,

પણ ફરી પાછું નાના થઇ જવું ?

ક્યાં કોઈનાથી પણ થવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama