વિઘ્નહર્તા ગણનાથ ગણેશ
વિઘ્નહર્તા ગણનાથ ગણેશ

1 min

4
વિઘ્નહર્તા ગણનાથ ગણેશ….
માત પાર્વતી પિતા મહેશ
વિઘ્નહર્તા ગણનાથ ગણેશ
પ્રથમ વંદીએ જોડી હાથ
વિદ્યાવારિધિ વિનાયક નાથ
ફૂલ ચંદન ને ધૂપ અક્ષત
પ્રિય છે મોદક વાહન મૂષક
આરતી મંગલ ઢોલ નગાર
રિધ્ધિ-સિધ્ધિ દેજો અપાર,
શોભે મંગલ હાથ વરમુદ્રા
ગાઉં ગુણ ગૌરી પુત્ર સદા
શિવ ભવાની કૃપા નંદન
વિનાયક વંદ્ય સિન્ધુ સુવન
દેજો આશિષ પધારી,
અમ આંગણ ગૌરી નંદન
સ્વસ્તિક દૂર્વા અર્પું ,
શુભ લાભ દર્શને એકદંત વંદન.
રમેશ પટેલ(આકાશદીપ)