STORYMIRROR

'Sagar' Ramolia

Romance Tragedy

4  

'Sagar' Ramolia

Romance Tragedy

વિધવા ભાગ-50 પિયુજીને કહેજો

વિધવા ભાગ-50 પિયુજીને કહેજો

1 min
678

(રાગ-કા'નુડાને કે'જો એકવાર ગોકુળિયામાં...)


પિયુજીને કહેજો હવે વિદેશમાંથી આવે,

વિદેશમાંથી આવે અને દેશપ્રેમ જગાવે;

પિયુજીને કહેજો હવે વિદેશમાંથી આવે !


પ્રેમના રે તરસ્‍યાં અમે, ગળે શોષ પડતા,

વિદેશમાંથી આવી અહીં પ્રેમ તો વરસાવે;

પિયુજીને કહેજો હવે વિદેશમાંથી આવે !


ભાવના રે ભૂખિયાં અમે ખૂબ ખૂબ દુઃખિયા,

વિદેશને છોડીને અહીં પ્રેમગંગ વહાવે;

પિયુજીને કહેજો હવે વિદેશમાંથી આવે !


નાનાં અમથી ઘરનો ભાર કેમ સહેવાય?

વિદેશમાંથી આવે ને બોજો હલકો કરાવે;

પિયુજીને કહેજો હવે વિદેશમાંથી આવે !


નાનેરો બાળ નિરંતર ‘પિતા, પિતા' ઝંખતો,

વિદેશમાંથી આવે અને બેટા કહી બોલાવે;

પિયુજીને કહેજો હવે વિદેશમાંથી આવે !


સુધબુધ રહે નૈ અમે ભાન ભૂલી જઈએ,

પિયુજી આવીને હવે અમને ભાનમાં લાવે;

પિયુજીને કહેજો હવે વિદેશમાંથી આવે !


ધનના રે મોહમાં આપણો દેશ તમે છોડયો,

વિદેશનું કામણ હવે ખૂબ દૂર ભગાવે;

પિયુજીને કહેજો હવે વિદેશમાંથી આવે !


આપનારો અહીં પણ હજાર હાથવાળો છે,

ટુકડો આપે પણ એ ભૂખ્‍યા ન સુવડાવે;

પિયુજીને કહેજો હવે વિદેશમાંથી આવે !


તમારા વિના તો અહીં છે ફૂલ કરમાયેલાં,

તમે આવો તો હવે ઋતુરાજ વસંત આવે;

પિયુજીને કહેજો હવે વિદેશમાંથી આવે !


તમારી યાદમાં અમારે બારેમાસ ચોમાસું,

નથી ઘરધણી હાજર પછી કોણ મનાવે;

પિયુજીને કહેજો હવે વિદેશમાંથી આવે !


સમયચક્ર ફરે દિવસ વીતતા જાય છે,

લાંબો લાંબો વિરહ હવે કેટલોક સહાવે;

પિયુજીને કહેજો હવે વિદેશમાંથી આવે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance