વિદેશ છે
વિદેશ છે
વિદેશ છે આતો ના ચાહવા છતાં માન છે
પાઉન્ડ રૂપિયા કરતા મહાન છે,
નથી ગવાતું ગાન અહીંયા નું
કેમ કરી કહું કે મારું ભારત મહાન છે,
અહીંયા કોહિનૂર કરતા ગુજરાતીનું માન છે,
એલિઝાબેથને પણ ખબર છે પટેલ એક ઈકોનોમીનું સ્થાન છે,
જાણવા છતાં લોકો અજાણ છે,
શોખ પૂરા કરવા અહીંયા અવાય છે,
ભણેલી વ્યક્તિનું અહીં બહુ માન છે,
બ્રિટેન પણ જાણે છે ભારત ઇન્ટેલીઝની દુકાન છે,
વહી રહ્યું છે અહીંયા ભારતનું જ્ઞાન,
હવે રોકી લો નહિ તો ભારત થઈ જશે બેહાલ.