Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijaykumar Jadav

Others

2  

Vijaykumar Jadav

Others

વેળા આવે

વેળા આવે

1 min
7.1K


તારી યાદ ન આવે એવી ન કોઇ વેળા આવે,
ને આવે જ તો મૃત્યું પણ મને એના પે'લાં આવે.

યુગોની તરસ સમ હું વાટ જોઉં છું પ્રિયતમાની,
જા પારેવડાં જઇને કે'જે કે થોડાં વે'લાં આવે.

સંગે જીવશું સંગે મરશું બંધાણાં વચને અમ તો,
હોઈએ ન બેઉં જ્યાં એવા ન કોઈ મેળા આવે.

સત કેરી જ કેડી પર ચાલનારો હરિજન છું હું તો,
મનમાંહી અમારે કોઈ વિચારો ન મેલા આવે.

તન, મન, ધન, અમે તો કીધાં છે અર્પણ સદગુરુના ચરણે,
પડશે ફેર પણ શું અહી રૂપિયાના જો થેલા આવે!

પાછળ કો'કની શાને દોટ મૂકો છો આંધળી લ્યા,
આવાં કામ કરનારાઓની ગણત્રીમાં ઘેટાં આવે.

પોતાનાં તે પોતાનાં ને પરાયાં અંતે પરાયાં,
રાખો યાદ હંમેશાં આગળીથી નખ છેટા આવે.

આ તો સત્ તણી કૂડી,ને છે સદગુરુજી ઘુંટનારા,
પીધોના શબદ-પ્યાલો એને ચોરાસી ફેરા આવે.

કાયર માણસોનું અહિયાં "વિજય" રતિભારે નથી કામ,
આવો ખેલવા કાજે ખેલ તો કોઇ હરિઘેલા આવે.

 


Rate this content
Log in