We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!
We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!

ચૈતન્ય જોષી

Others


4  

ચૈતન્ય જોષી

Others


વાત છે

વાત છે

1 min 209 1 min 209

આખરે આ બધી મનને સમજાવવાની વાત છે,

આખરે આ બધી મનને પટાવવાની વાત છે,


સુખદુઃખ ઊભય તો આવ્યા કરે વારાફરતી ને,

આખરે દુઃખમાં હિંમતથી ઝઝૂમવાની વાત છે,


સુખ તો સૌને દરરોજ જોઈએ સહજ કારણ,

આખરે ના મળે તો મનને મનાવવાની વાત છે,


ક્યાં પડે છે ખબર સુખ હોય પગમાં આળોટતું,

આખરે દુઃખ આવતાં ફરિયાદ કરવાની વાત છે,


જો આવડી જાય કલા અનુકૂલનની વ્યવહારે,

આખરે એ દુઃખમાં સામાધાન શોધવાની વાત છે.


Rate this content
Log in