વાત છે
વાત છે
સમય સમયની વાત છે,
આમ કાનમાં કહી દેવાની વાત છે,
રેત માફક સરકે સમય,
આમ જીવને ઝડપી લેવાની વાત છે,
ભૂત, ભવિષ્યને વર્તમાન છે,
આમ ઇતિહાસને વાગોળી લેવાની વાત છે,
રંગોળી જેવું છે જીવન,
આમ સપનાઓ ચીતરી લેવાની વાત છે,
શતરંજના છે ખેલ બધા,
આમ બાજી જીતી લેવાની વાત છે.