વાણી
વાણી

1 min

160
વાણી વર્તનને વશમાં રાખવા જોઈએ,
કાં અપમાનિત થવાની તૈયારી જોઈએ,
વાણી પર સંયમની લગામ જરૂરી છે,
નહીં તો બદનામ થતાં ક્યાં વાર લાગે છે,
ભાવના જીભ થકી તો યુદ્ધો થયાં છે,
એ થકી તો ઈતિહાસ લોહિયાળ છે,
વાણી વિલાસ થકી કડવાશ સર્જ્યા,
એ થકી રામાયણ મહાભારત સર્જ્યા,
જો વાણી વીણા જેવી મધુર રાખીએ,
તો દુનિયા આખીમાં રાજ કરી શકીએ.