Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deviben Vyas

Classics Inspirational

4  

Deviben Vyas

Classics Inspirational

ઉત્સવ

ઉત્સવ

1 min
255


જિંદગી ઉત્સવ ગણાવી ચાલ ભૈ,

જિંદગી અવસર બનાવી ચાલ ભૈ.


ચાર દિનની ચાંદનીને મ્હાણજે,

જિંદગી ઉત્પલ રચાવી ચાલ ભૈ.


આવતાં અંધારમાં દીપક જલાવ,

જિંદગી ઉદ્ગમ ધરાવી ચાલ ભૈ.


રોશની કરવી તમારે હાથ છે,

જિંદગી કંચન કરાવી ચાલ ભૈ.


ના કશું તારું અહીં,કેવળ કર્મ છે,

જિંદગી ઉદ્ધવ રઢાવી ચાલ ભૈ.


જો હજી બગડી નથી બાજી અહીં,

જિંદગી સાર્થક વધાવી ચાલ ભૈ.


પળ મળી જે આજ, તારી એ જ છે,

જિંદગી મોઘમ ઠરાવી ચાલ ભૈ.


Rate this content
Log in