ઉજવ્યો જન્મદિવસ
ઉજવ્યો જન્મદિવસ
ઉજ્વ્યો જન્મદિવસ
જન્મદાત્રીનો તો જન્મદિવસ,
આવ્યો રૂડો હૈયું હરખાય ઘણું,
મેં તો તેડાવ્યાં મોસાળિયાંને રે,
મેં તો બોલાવ્યાં મારા સાસરિયાંને,
માત મારી હરખાય ઘણી,
રાજરાણી સમ માત મારી,
વહેંચી મેં તો સાકર સવાશેર,
મંગાવી મેં તો રસમલાઈ આજ,
બોલાવ્યા મે તો સોનીડાને આજ,
ઘડાવ્યાં સોનાના પાટલા રે,
તેડાવ્યાં માતની બાળસખીઓને,
હરખઘેલાં સૌ પધાર્યા રે,
મેં તો બોલાવ્યાં બાંધણીના
વેપારીને,
મૂંઝાઈ મારી માત જોઈને રે !
મોસાળિયાં આવ્યાં સુંદર ભેટો
લઈને,
મારા સાસરિયાં લઈ આવ્યાં કાંડાઘડિયાળ જો,
હૈયે હરખ ન માય મારી માવડીનો,
ઉજવ્યો જન્મદિન મારી માવડીનો.