તવ અદ્ભૂત સ્વરૂપ
તવ અદ્ભૂત સ્વરૂપ
દુન્યવી દુઃખો થઈ જાય ગાયબ,
નિહાળી પ્રભુ તવ અદ્ભૂત સ્વરૂપ,
જીવ તો જાણે ફસાયો જગતની માયાજાળમાં,
ધન, સત્તા, યશ કેરા ચક્રવ્યુહમાં,
જીવ અને શિવ થઈ જાય એકરૂપ,
નિહાળી પ્રભુ તવ અદ્ભૂત સ્વરૂપ,
તારું અને મારું કરતા વીતી ગઈ આ જિંદગી,
ન કરી શકી હું ખુદા તારી બંદગી,
માનવસેવા કેરા કાર્યમાં થઈ સમરૂપ,
નિહાળી પ્રભુ તવ અદ્ભૂત સ્વરૂપ,
શોધું હું ક્ષણેક્ષણ ને કણેકણમાં,
ન શોધ અવર, છે ઈશ તું જ હૃદયમાં,
નિખાલસતાથી માણું કુદરતનું મનોહર સ્વરૂપ,
નિહાળી પ્રભુ તવ અદ્ભૂત સ્વરૂપ.
