Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sheetlba Jadeja

Romance

3.4  

Sheetlba Jadeja

Romance

તું મને બહું ગમે છે

તું મને બહું ગમે છે

1 min
269


હું એક હૃદય અને તું મારો ધબકાર એ ધબકતો ધબકાર મને ગમે છે.

તારી ચૂડીઓનો આ ખનખન ખનકાર મને ગમે છે.

તારા આ ગુલાબી ગાલ પર પડતી લટ મને ગમે છે.

તારા આ છમ-છમ કરતા ઝાંઝરનો અવાજ મને ગમે છે.

તારા આ કાનનાં ઝુમખાનો અવાજ મને ગમે છે.


તારા આ વાળની ગુંચવણ સુલજાવવાનું હા, મને ગમે છે.

તારા આ ગોળ-ગોળગોળ અણિયારી તેજસ્વી આંખો હા, મને ગમે છે.

તારા આ ગુલાબની પાંખડી જેવા હંમેશા સ્મિત વરસાવતા હોઠ હા, મને ગમે છે.

તારો આ હોઠ પરનો કાળો તલ હા મને ગમે છે.

તારો હંમેશા બીજા કરતા અલગ હોવાનો અંદાજ મને ગમે છે.


તારી આ નાજુક કમર પરનો કંદોરો હા મને ગમે છે.

જ્યારે ચહેરાની સામે આવી મારા પર મંદ સ્મિત વરસાવે છે મને ગમે છે.

ભૂલો કરુ છું હું વારંવાર તારો મીઠો ઠપકો સાંભળવો મને ગમે છે.


તારા દિલની સાદગીની સુવાસ મને બહું ગમે છે.

મારુ નામ બોલવામાં જેટલી વાર પ્રેમ જતાવ હા મને ગમે છે.


હોય જ્યારે ગમે તે મુસીબત ઝાંસીની રાણી થઈને લડે છે ત્યારે તું મને બહું ગમે છે.

હાર નહીં માનવી એ તારી ખુમારી હા મને ગમે છે.


વધુ તો શું કહું ? લાગે છે કે તું શહેઝાદી છો મારા દિલની અને હું તારો શેહઝાદો,

મળે સાથ જો તારો એક જ્ન્મનો નહીં પણ સદીયો સુધી મને બહું ગમે છે.


Rate this content
Log in