Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SHEFALI SHAH

Inspirational Others

5.0  

SHEFALI SHAH

Inspirational Others

તું આપીશ ને સાથ

તું આપીશ ને સાથ

1 min
622


પ્રિયે ! ચાલને આજે એકબીજાને

ફરી  વચન આપીએ,

જીવનના એ તબક્કામાં આપણે રોજ 

હિંચકે ઝુલીશું, 

તું આપીશ ને તારો અવિરત સાથ ?


ત્યારે તું હઈશ જવાબદારી મુકત અને 

હું પણ હઈશ નિવૃત્ત,

હિંચકા ઉપર બેસી રોજ કરીશું પ્રેમભરી 

એવી ગુફ્તગુ, 

તું આપીશ ને તારો અવિરત સાથ ?


એક ઠેસ તું લગાવજે અને એક ઠેસ હું,

આમ કરતાં જ સહેલ કરીશું,

જૂની યાદો વાગોળીશું અને બાકી રહેલી 

પળ જીવીશું, 

તું આપીશ ને તારો અવિરત સાથ ?


સપ્તપદીના એ વચન ફરી લઈ શું, અને 

એને પ્રમાણિકતાથી નીભાવીશું,

એકબીજાની ભૂલોને ભૂલી નવી 

યાદ બનાવીશું, 

તું આપીશ ને તારો અવિરત સાથ ?


તારા શોખને હું અપનાવીશ અને 

મારા શોખને તું,

એકબીજાની ટેકણ લાકડી બનીને જીવીશું 

હું અને તું, 

તું આપીશ ને તારો અવિરત સાથ ?


પ્રિયે, જીવનના એ તબક્કામાં જ્યારે 

ભગવાનનું તેડું આવશે ખાસ,

અને છૂટી જશે આપણો સંગાથ,


વચન આપ ત્યારે પણ રહેશે 

આપણો હીંચકા કેરો સંગાથ, 

તું આપીશ ને આ વચન ખાસ ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational