Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Drama Tragedy

3  

BINAL PATEL

Drama Tragedy

તોય હસું છું

તોય હસું છું

1 min
5.6K




બંધ આંખે જોયેલા સપના ખુલ્લી આંખે લૂંટાય છે,

શબ્દોની રમતમાં તો ક્યાં જીતવાની આશ છે,

અહીંયા તો લાગણીઓને પણ હરાજીમાં મુકાય છે,

તોય હસું છું.


હું ક્યાં રાખું છું આશ 'ચાંદ' ની,

કાંઈક પામવા કાંઈક ખોવું પડે એ તો સમજાય છે,

શાંતિની શોધમાં આંસુની ધાર પણ અહીંયા જ રેલાય છે,

ખુલ્લા મનના હાસ્ય સામે કેટલાય ઘા ઝીરવાય છે,

તોય હસું છું.


હું ક્યાં કહું છું કે હથિયાર મારે મૂકી દેવા છે!

જંગમાં શહિદ થવા હું પણ તૈયાર છું,

જંગમાં તો અહીંયા પોતીકા જ હણાય છે,

'અસ્તિત્વ'ને હોમીને અહીંયા તો હવન થાય છે.

તોય હસું છું.


Rate this content
Log in