Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Patel

Inspirational Others

4.0  

Purvi Patel

Inspirational Others

તો કહેજે

તો કહેજે

1 min
132


તું એકવાર મુલાકાત ગોઠવી તો જો,

તને મળવા અધીરી છું,

દોડતી ન આવું તો કહેજે.

તું એકવાર મનથી મનાવી તો જો,

લાગણીસભર છું,

માની ન જાઊં તો કહેજે...

તું અનહદ વરસી તો જો,

માટીની બની છું

મહેંકી ન ઊઠું તો,કહેજે..

તું એકવાર વિશ્વાસ મૂકી તો જો,

તારાં પ્રત્યે કર્તવ્યનિષ્ઠ છું,

વિશ્વાસુ ન બનું તો કહેજે..

તું એકવાર સાથ દઈને તો જો,

તુજ સંગ ઉષ્માસભર છું,

તને ઉત્સાહી ન બનાવું તો કહેજે.


Rate this content
Log in