Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hemisha Shah

Romance

3  

Hemisha Shah

Romance

તો કહેજે મને

તો કહેજે મને

1 min
135


હોય ચુંબકીય લાગણી તો કહેજે મને 

અંધારે દૂર હોય રોશની તો કહેજે મને ...


નીકળ્યા આ તો દરિયાની સફરે 

ભીના હાથે કોરી આંગળી હોય તો કહેજે મને ..


હું તો રાધા બની પ્રેમ ઘેલી ઓહ કહાન

હોય નવી નકોર વાંસળી તો કહેજે મને .. 


દુનિયાના સંબંધો બહુરુપિયા જોયા 

જો તું મોહરેથી ઉતારે કાંચળી તો કહેજે મને.. 


જોયા સૂકા વેરાન પાનખર અમે 

જો દેખાય ક્યાંક લીલી પાંદડી તો કહેજે મને.. 


જીવન કાયમ પરીક્ષા લેશે... દોસ્ત ! 

હોય જો તારી દશા આકરી તો કહેજે મને ...


આગના દરિયે પ્રેમ શોધવા નીકળી 

હોય જો તારી ખાલી નાવડી તો કહેજે મને.


Rate this content
Log in