તો જાણું
તો જાણું

1 min

402
સત્યને જાહેરમાં બોલી બતાવો તો જાણું,
અસત્યને સદંતર છોડી બતાવો તો જાણું,
માનું છું કે આ કામ અઘરું છે, અશક્ય નથી,
રિસાયેલાંને તમે રીઝાવી બતાવો તો જાણું,
ખૂબ છે ઉપકાર આપણાં માબાપના હંમેશાં,
એનો બૂઢાપો તમે સુધારી બતાવો તો જાણું,
કામની કદર કરવી એ ભલભલાનું કામ નથી,
કોઈ સારું કરનારને વખાણી બતાવો તો જાણું,
એ જ પૂજ્યપાદ ચરણ છે જે હોઈ હરિતણાં,
માબાપનાં ચરણને પખાડી બતાવો તો જાણું,
કંટાળીને કેટકેટલા વડીલો વૃદ્ધાશ્રમે વસે આજે,
એને પુનઃ પરત તમે જો લાવી બતાવો તો જાણું,
ખડખડાટ હસવાના હરિ માબાપ પરત ફરતાંને,
ઘરને જ મંદિર તમે બનાવી બતાવો તો જાણું.