Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

તણખા

તણખા

1 min
7.0K


ઉઘાડું નયન ને તડીપાર તણખા,
સજી દૃશ્ય ઊભા ઘણીવાર તણખા.

વિષાદી સમય સાંજ ઢળતી ત્વરાથી,
ખરે પાંખથી લાલ તોખાર તણખા.

ભરું રોજ ગજવાં લીસા પથ્થરોથી,
હસી લે મુલાયમ નિરાકાર તણખા.

મલાજો પડે પાળવો પણ હંમેશાં,
દઝાડે નસેનસ ધૂંવાધાર તણખા.

તડાતડ તડાતડ ત્રીજી આંખ ખૂલે,
ફટાફટ ખરે કેટલી વાર તણખા


Rate this content
Log in