થયો છે
થયો છે

1 min

361
અંતરમાંથી અવાજ થયો છે.
અહીં પ્રેમનો રિવાજ થયો છે.
ભેદભાવ સઘળા ગયા ભૂલાઈ,
ઈશ્વર જેવો સમાજ થયો છે.
લઘુગુરુના છેદ ઊડી ગયા છે,
તેથી શૂન્યમનસ્ક આજ થયો છે.
હવે તો ઈશનેય માનવથી લગાવ,
એ ભક્તવત્સલતા કાજ થયો છે.
કરમ થોડુંને જાહેરાત હો ઝાઝી,
માનવ જાણે વીજગાજ થયો છે.
છે લાયકાત એની પૂછો તો ખરા!
બહુમતી જોરે સરતાજ થયો છે.