Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Viha Oza

Inspirational Romance

5.0  

Viha Oza

Inspirational Romance

તારી સાથે તો વૃદ્ધ થવું છે!

તારી સાથે તો વૃદ્ધ થવું છે!

1 min
492


તારી સાથે તો વૃદ્ધ થવું છે,

તારા જીવ અને મારા પોપટ કહેવાનાં અધિકાર સાથે,

તારા વાતોના સંગ્રહ અને વાર્તા સંગ્રહ સાથે,

તારા નિર્ણયો અને હકો સાથે.


તારા રિસાવા અને મનાવવા સાથે,

તારા ગુસ્સા અને પ્રેમ સાથે,

તારી સાથે તો વૃદ્ધ થવું છે,

તારાં અને મારાં શમણાં સાથે.


તારાં અને મારાં સપ્તપદીનાં વચનો સાથે,

તારાં અઢળક વ્હાલ સાથે,

મળીને જોયેલાં સુખ દુઃખ સાથે,

એકબીજાની હુંફાળી લાગણીઓ સાથે.


તારી સાથેની પિલ્લો ફાઈટ સાથે,

ઢગલા બંધ હાસ્ય સાથે,

ઢગલાં બંધ યાદો સાથે,

હા, તારી સાથે જ તો મારે વૃદ્ધ થવું છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational