Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Alpa Vasa

Others

4  

Alpa Vasa

Others

તારી મમ્મી વઢે નહીં ?

તારી મમ્મી વઢે નહીં ?

1 min
13.4K


તું રોજ ગલોટિયા ખાય

મસમોટા આભમાં

પૂર્વથી.. પશ્ચિમ.

તે.. તારી મમ્મી વઢે નહીં???

       

ને, જો

હું ખાઉં ગલોટિયા

નાના શા પલંગમાં...

તો... ?


જળ જોયું, ને માર્યો ધુબાકો

મસમોટા સાગરમાં...

રોજ... સાંજે.

તે... તારી મમ્મી વઢે નહીં ?

     

ને, જો

હું કરું છબછબીયા

નાના શા ખાબોચિયામાં,

તો... ?


તું કેટલો ગુસ્સો કરે ?

રાતો- પીળો થાય

બધા ડરે તારાથી.

તે... તારી મમ્મી વઢે નહીં ?

     

ને, જો...

હું કરું જીદ!

ગુસ્સો કરું ને રડું!

તો... ?


Rate this content
Log in