Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Tragedy

4.5  

Ramesh Patel (Aakashdeep)

Tragedy

તાપી તારા તીખા તેવર

તાપી તારા તીખા તેવર

1 min
407


તાપી તારા તીખા તેવર, રૂઆબ ભારે નીખરે

છોડી કિનારા સરિતા, ભમવા નીકળે નગરે,


શ્રાવણી તાપી સાગરસી, પાણી બતાવે પાણી

મૂંગાં પશુ પક્ષી પૂછે, ક્યાં સંતાણી કરુણા તારી,


ત્રણ દિનથી જળના ઘેરા, સૌ દીસે દીન લાચાર

ધસે ઘોડાપૂર પ્રલયંકર, અજગરસું ગળે શિકાર,


ડૂબ્યાં ખેતરો, ડૂબી ઝૂંપડી, ત્રાહીમામ તરબોળ ગામો

રુદન આક્રંદ, સ્વજન વિખૂટાં, પ્રકોપનો મહા ત્રાગો,


સમસ્યાનાં પૂર ઘૂઘવે, અનામી લાશો રાતે રઝળે

જળ સંકટી અટ્ટહાસ્ય, વલોવે હૈયાં વેદના બાળે,


તરસ્યા હોઠ, ભૂખ્યાં પેટ, અંધારાં કંપાવે કાયા

ટેલિફોનની ઘંટડી રણકે, રુદન ડરના ઓછાયા,


બાળક રુએ, વૃધ્ધો બેહાલે, વલવલે દવાની આશે

લઈ નાવડી લશ્કર ઝઝૂમે, ઊભરે માનવતા ઉર દેશે,


રેલ સંકટમાં રાહત માટે, હામ ભીડી સંઘી જન દોડે

કાળ થપાટો સહેતાં, ખમ્મા ! તાપી સૌ તને કર જોડે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy