Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arun Gondhali

Tragedy

4  

Arun Gondhali

Tragedy

સ્વર્ગાશ્રુ

સ્વર્ગાશ્રુ

1 min
181


મિનિટ કલાક ગણતાં,

દિવસો મહિના વહી ગયાં,

આશાના સાલ સરી ગયાં,

આંખોના સપનાં અધૂરાં રહ્યાં.


જોઉં છું વાટ,

લૂછતાં આંખ, 

પાલવના ધાગા ભીના રહ્યાંં,

વૃદ્ધાશ્રમના બારીએથી એ લાડકાને શોધતાં રહ્યાં.


પપ્પા તારા કહેતાં,

દીકરો સાહેબ થશે,

જિંદગી તારી, મેં આપી એથી પણ બહેતર હશે,

પાણી માંગતા દૂધ આવશે,

બંગલામાં અલાયદો રૂમ, 

નોકર ચાકર આસપાસ હશે.


પ્રાણનાથ ને વિસરી,

તુજ માટે ઝૂરતા રહ્યાંં,

એમની સંગાથે રાણી હતી,

ભૂખ્યાં તરસ્યાં દિવસો પણ હસતાં રમતાં ગયાં.


વસમું લાગે છે જીવવું,

મને ઘરે લઈ જા,

પૌત્રો ને સાચવીશ,

ભાવતી રસોઈ જમાડીશ,

વહુની વહુ થઈ રહીશ,

માં છું કોઈને ના કહીશ, 

હવે સમજી જા,

મને વહેલા ઘરે લઈ જા.


શ્વાસનો ભરોસો લાગતો નથી,

અંતરનાં સાદને સમજી જા,

સમયની નજાકત સમજી જા,

હવે તો મને ઘરે લઈ જા.


અંતે આંખ ખુલી હશે,  

લાડકાને શોધતી નજર્યું દ્વાર પર હશે,

આખરી ઘડીએ આવી તો જા,

હવે તો મને ઘરે લઈ જા.


સ્વર્ગથી વૃદ્ધ રાણીના રાજા અશ્રુ ભીની આંખે જોઈ રહ્યાંં, 

નાહક વારસના લોભમાં લૂંટાયા, મનોમન કહી રહ્યાં.

આંસુ એમનાં સ્વર્ગેથી રાણીના પાંપણે પડ્યા, 

છોડ જિદ હવે આપણે સાથે થયા,

પાંપણ મીંચી, વૃદ્ધા રાણી શાંત થયા.


વૃદ્ધાશ્રમના નોટિસ બોર્ડ ઉપર શ્રદ્ધાંજલિના શબ્દ લખાયા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy