Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyotin Choksey

Tragedy

4.0  

Jyotin Choksey

Tragedy

સ્વજનની વિદાય

સ્વજનની વિદાય

1 min
388


હે સ્વજન, તમે લીધી વિદાય,

અમને પડી ખોટ સદાય,


જીવાદોરી ગઈ તૂટી

સ્મૃતિ તમારી ન ખૂટી,


તમારું હસતું વદન યાદ આવે,

એ યાદ અમને વધુ સતાવે,


તમારી વાણી તણું ગુંજન સ્મરે,

વિહ્વળ બની મન અમારું ઝૂરે,


તમારા સંભારણા બની ગયા ખજાનો,

યાદ આવે સમય એ મજાનો,


કરી યાદ તમને થશું દુ:ખી ન વધુ,

તમારા મિલન થકી મળી ગયું બધું,


જશું ભવિષ્યમાં ફરી કદી મળી,

એવી આશાભરી છે આ શ્રદ્ધાંજલિ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy