Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Author Sukavya

Drama

3  

Author Sukavya

Drama

સ્વદોષ

સ્વદોષ

1 min
252


રંગ રૂપ થી જણાતો હું, વર્ષાને બોલાવતો હું,

મસ્તક ઝુકી મહેફીલમાં, પાણીનાં સહારે જીવતો હું,


સમય સમયનાં અંતરે, અવાજથી પ્રેરિત કરતો હું,

સમી સાંજે પાન પર બીરાજુ છું, પાણી માટે વલખા મારતો હું,


સ્વાર્થ ભરેલ સૃષ્ટિમાં, ખુદ ને આજે ગુમાવુ છું,

નથી અસ્તિત્વ મારુ કંઈ, શાસ્ત્રવિદ્યામાં વપરાઉ છું,


થાકી કંટાળી આ દુનિયાથી, પાણી સંગ ઝેર રચાવુ છું,

ખુદ ને ગુમાવી હું, છોડી શ્વાસ મુખેથી મારા શબ્દો થકી આંખોને લલકારુ છું,


શીશીઓની સગંતથી ખુદ ને દોષી માનુ છું,

કહેવા માટે તો હું એક જીવ છું, પણ પથ્થર બની આજે પથરાવ છું.


Rate this content
Log in