સ્વ દર્પણ
સ્વ દર્પણ


આ જગતમાં અનુકરણની રીતિ,
સહુ કોઈ અમલમાં મૂકે છે,
સમજણ વાપરી સ્વની,
આગળ કયાં કોઈ વધે છે !
આવડે બધું મને એવા,
ફોગટ ભ્રમમાં ફરે છે,
નથી એક સમાન હાથની આંગળીઓ,
એવું ક્યાં કોઈ સમજે છે !
ટેલિવિઝનની રંગીન દુનિયામાં,
કુદરતની સુંદરતા ક્યાં કોઈ નીરખે છે,
પારકી આશ સદા નિરાશ,
મૂલ્ય એવું ક્યાં કોઈ જાણે છે !
દુઃખ પછી સુખનું ચક્ર ફરે,
એવું ક્યાં કોઈ માને છે,
આ જગતમાં સફળ થવું સૌને ગમે,
નિષ્ફળતા ક્યાં કોઈ પચાવે છે !
જોઈએ સૌ કોઈને જીત અહીં,
પરાજય ક્યાં કોઈ સ્વીકારે છે,
નથી આ સૃષ્ટિમાં સમગ્ર મારું,
એવું ક્યાં કોઈ સત્ય સમજે છે !