સૂકું સૈલાબ
સૂકું સૈલાબ
1 min
278
લે આ તારી યાદનું છેલ્લું આંસુએ વહી ગયું,
જાતાં જાતાં તે તને બેવફાની, રાણી કહી ગયું,
હૈયે ધરબી રાખીતી, ધડકન સમી તુજને,
તારા નામનું લોહીનું એક, બુંદ પણ વહી ગયું,
દરિયો હતો ઘણો ઊંડો ને, મીઠાશ પણ ભરપૂર,
દગા નામનું ઔષધ, ખારાશ ઘણી ભરી ગયું,
સંઘરીને કેટલું સઘળું, ભારથી લથપથ જળ હતું,
સમય કાઢીને ઠાલવ્યું, સૈલાબ સૂકું થઈ ગયું !