સુંદર સ્ત્રોત
સુંદર સ્ત્રોત


જિવસૃષ્ટિમાં માનવજાતને જ મલ્યું છે,
આ સુંદર મજાનો સ્ત્રોત,
સ્મિતમાં સમાયેલ છે અનેરી શક્તિ,
સ્મિતનું છે અનેરું પોત.
જો સ્મિત ના હોત તો વિચારો,
દુનિયા કેટલી બેજાર હોત,
શબના મોઢા પરનું સ્મિત,
પણ જગાવે છે અનેરી જ્યોત.
સ્મિતની વાત છે નોખી,
સ્મિતના અલગ અલગ ગીત,
કન્યા વિદાયમાં આંસુઓને પણ,
આપવું પડતું હોય છે સ્મીત.
જો સ્મિત ના હોત તો વિચારો,
દુનિયા ખુશીઓ હોત કેટલી ક્વચિત,
સ્મિતની આડમાં દુઃખને,
છુપાવવાની પણ હોય છે રીત.
નવજાત શિશુનું નિર્દોષ સ્મિત,
છલકાવે છે પ્યાર,
યુવાનીનું માદક સ્મિત તો,
ઘાયલ કરી દે છે યાર.
જો સ્મિત ના હોત તો વિચારો,
દુનિયા હોત કેટલી બેજાર,
વ્રુધ્ધાવસ્થાના બોખલા સ્મિતમા,
દર્દ હોય છે પારાવાર.