Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mehul Patel

Inspirational

3  

Mehul Patel

Inspirational

સુખ

સુખ

1 min
266


વાત જ કંઈક ખાસ હતી...

દુઃખની પાછળ છૂપાયેલી શી અમીરાત હતી.. ?


જોવાને સુખ, ન તેની પાસે આંખ હતી;

છતાં, રગે રગમાં ભરી ખુશી કંઈક ખાસ હતી !


 વસ્ત્ર ને બાહ્યતા થકી ઊભરાતી ગરીબાઈ હતી;

 છતાં, જાણે સુખની છલકાતી શી વણઝાર હતી !


આવતા જતા માર્ગની વચ્ચે ઊભી એ દુખીયારી હતી;

વદન પરના સ્મિત થકી, જાણે સુખની અમીરાત હતી,


ચાર ટાયરની ગાડીમાં સવાર હું, મારા આ મનમાં શી ગડમથલ હતી ?

સુખી તે ? કે, સુખી હું ? આ શાની અવઢવ હતી ?


પાછો વળ્યો વળાંકે જઈ, દસની ત્રણેક નોટ જો તેની દીકરી ને આપી;

તેની ખુશીનો કંઈ પાર ન હતો, મારી ખુશી પણ કંઈક અપાર હતી !


મારી ગડમથલનો મળ્યો જવાબ અહીં, ખુશ હતી તેની આત્મસંતોષ થકી;

તો સમસ્યાઓથી ઘેરાયેલ, મારી ખુશી હતી કઈક સહાય કર્યા થકી !


ખરેખર વાત જ કંઈક ખાસ હતી;

શું દુઃખની પાછળ છૂપાયેલી આજ સાચી અમીરાત હતી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational