સત્તર સપ્ટેમ્બર લાવ્યો ખુશીની વાતું
સત્તર સપ્ટેમ્બર લાવ્યો ખુશીની વાતું


નામ નરેન્દ્ર, બાળ ગુર્જરી
જન્મ ભોમકા, વડનગરી
સત્તર સપ્ટેમ્બર લાવ્યો ખુશીની વાતું
ઘમઘમ ઘૂમે સમય વલોણું ગાતું,
ભરત ખંડે મસ્ત મહેરામણ મલકે
તાત દામોદર, માત હિરાબા હરખે
શતશત શરદ જીવજો મોદીજી, હૈયું ગાતું
ઘમઘમ ઘૂમે સમય વલોણું ગાતું,
આઝાદીની ઉષ:કાળની કવિતા લઈ ઉછરે
રાષ્ટ્ર પ્રેમ સંકલ્પે, સેવાથી યોગી નિખરે
ચંદ્ર સૂરજની શાખે, લહેરે ત્રિરંગી ભાતું
ઘમઘમ ઘૂમે સમય વલોણું ગાતું,
સાથ, વિકાસને વિશ્વાસ મહામંત્ર
યોગ દિનની ભેટ રમે વિશ્વે અંતર
ખુદ કૌવતે કંડારે, પરિશ્રમની રાતું
ઘમઘમ ઘૂમે સમય વલોણું ગાતું,
પથપથ વિચરે, અંત્યોદય સંઘર્ષ કહાણી
હો ચિરાયુ, રાજધર્મે દીપે ઠકુરાઈ કલ્યાણી
ચેમ્પિયન ઓફ અર્થ પુરસ્કારે યશ ખ્યાતું
સત્તર સપ્ટેમ્બર લાવ્યો ખુશીની વાતું
ઘમઘમ ઘૂમે સમય વલોણું ગાતું.