સરી જતો સમય
સરી જતો સમય
સમય પવનની પાંખે ઉડી જાય તે પહેલાં,
સમય દડાની જેમ દડી જાય તે પહેલાં,
સમય રેતીની જેમ સરી જાય તે પહેલાં,
સમય ફૂલની જેમ ખરી જાય તે પહેલાં,
સમય હાથમાંથી છટકી જાય તે પહેલાં,
સમય દગો દઈને બટકી જાય તે પહેલાં,
સમય ધબકાર ચૂકીને અટકી જાય તે પહેલાં,
સમય હાથતાળી આપી સરકી જાય તે પહેલાં,
સમય દીવાનાં તેલની જેમ ખૂટી જાય તે પહેલાં,
સમય પરપોટાની જેમ ફૂટી જાય તે પહેલાં,
સમય અચાનક ચાલ ચાલી જાય તે પહેલાં,
સમય રસ પાત્રમાંથી ખાલી થાય તે પહેલાં,
મારે જીવનને પ્રેમથી સાર્થક કરી લેવું છે.
મારે જીવનને જીવંતતાથી જીવી લેવું છે.