Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - રર

સરદારનું ગીત - રર

1 min
429


કોંગ્રેસ (ઈ,સ, ૧૯ર૧)

અમદાવાદ આ સાલ, કોંગ્રેસ છે ભરાય રે;

એમાં વલ્લભભાઈને, સ્વાગતમાં રખાય રે,

ખામીઓને સુધારીને, રાખતા ન કચાશ રે;

સતત કામમાં લાગે, લેતા ન નવરાશ રે,


ખાવા-પીવા રહેવાની, સગવડો તમામ રે;

સાદાઈ પણ રાખીને, દીપી ઊઠેલ કામ રે,

શૌચ-મૂતરડી માટે, પૂરું ધ્યાન અપાય રે;

રાખી ત્યાં કચરાપેટી, સ્વચ્છતા જળવાય રે,


ખાદીની ઝૂંપડીઓથી, ખાદીનગર થાય રે;

ફૂલો ને પાંદડાંઓથી, મંડપને સજાય રે,

સંગીત જલસા સાથે, પ્રદર્શન રખાય રે;

જેથી આવી અહીં લોકો, કરી આનંદ જાય રે,


ફેલાવે અફવા કોઈ, ને લોકો ગભરાય રે;

રજૂ કરી ખુલાસાઓ, ડર દૂર કરાય રે,

વાહનોની વ્યવસ્થામાં, સેવકોને રખાય રે;

વિનય રાખવા માટે, ચુસ્ત સૂચન થાય રે,


આ બાજુ જે શહેરોમાં, જાય છે યુવરાજ રે;

બહિષ્કાર કરે તેનો, ત્યાંનો પૂરો સમાજ રે,

અમદાવાદમાં આવ્યા, ઘણા મહાનુભાવ રે;

મળ્યા છે સહુને ત્યારે, ખૂબ આદરભાવ રે,


કર્યું વલ્લભભાઈએ, પ્રવચન સચોટ રે;

કર્યું ન સરકારે કૈં, એની રહેલ ખોટ રે,

જડતી-હુમલા-કેદ, એ પ્રસંગો બનેલ રે;

માની સ્વરાજનાં ચિહ્નો, એ સ્વીકાર કરેલ રે,


સરકારે દઈ દીધો, શક્તિને પડકાર રે;

આપણે સહુએ દીધો, તકને આવકાર રે,

કરવો કાયદાનો છે, સવિનય જ ભંગ રે;

એ માટે રાખવાનો છે, સૌએ હૈયે ઉમંગ રે,

**

સરકાર મનાવાની, ચમત્કાર વિના નથી;

જો વલ્લભ બને પાર્થ, બને મોહન સારથી.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract