સપનામાં પરી જોઈ
સપનામાં પરી જોઈ
મમ્મી મમ્મી મને સપનું આવ્યું
સપનામાં અનેક પરીઓ જોઈ
રંગબેરંગી પાંખો વાળી
હવામાં ઉડતી પરીઓ જોઈ
પરીઓને જોઈને મને મન થયું
કાશ મને આવી પાંખો આવે
મારા મનની વાતો પરીએ સાંભળી
મને બે સુંદર પાંખો આપી
સાથે મને લઈને આકાશમાં ગઈ
ઉડતા પંખીઓ ઉંચુ આકાશ જોયું
આકાશમાં ઉડવાની મજા આવી
પરીઓનો પ્રેમ અને લાગણી જોઈ
મમ્મી મમ્મી તારા જેવી હતી પરી
પરીને જોઈને મને તારી યાદ આવી
પરીને મેં વિનંતી કરી
મમ્મી પાસે જવાની જીદ કરી
પરીએ મને પ્રેમથી સમજાવ્યું
જીદ ના કરવી મમ્મીનું માનવું
થોડીવારમાં મારું સપનું તૂટ્યું
મમ્મી મેં તને પાસે જોઈ
મમ્મી મમ્મી હું જીદ નહીં કરું
તારી વાતોને હંમેશા માનું
સપનામાં પરીએ માર્ગદર્શન આપ્યું
પરિવારનું સુખ આનંદથી માણવું
