સ્નેહના કિનારે
સ્નેહના કિનારે
દિલ તને હું આપવા માટે હજી તૈયાર છું,
ના, નથી પહોંચ્યો કિનારે હું હજી મઝધાર છું.
આમ તો વર્ષો સુધી હું કંઇક બોલી ના શકી પણ,
મૌન માંહેથી રણકતો હું અલગ રણકાર છું.
શ્વેત માં અંધારને, અંધારમાં ઝાઝું ધવલ,
સાદગીના નામનો હું અવનવો શણગાર છું.
તું કશું માંગે નહિ પણ એ છતા આપુ બધું,
આ વીખાયેલા નગરમાં અઢળક સમો ભંડાર છું.
નવજાત કોઈ કૂંપળો ની હો ભલેને પાનખર,
એ છતા ઉજ્જડ બનેલો એકલો ભણકાર છું.