Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Ramesh Patel

Fantasy


5.0  

Ramesh Patel

Fantasy


સંબંધોની માયા

સંબંધોની માયા

1 min 260 1 min 260

આ વિરહની વેદનાના શૂળ,

કેમ કરી સહેશે ગોકુળ?

રોતી દુઃખતી આંખલડીયે, દેખાય મને ઝાંખું,

શું સાચે જ શ્યામ, જાય છોડી ગોકુળ આખું ?


કહી માખણ ચોર કીધી રે ભૂલ,

નહીં માગીએ હવે મટકીના મૂલ,


દ્રવે અંતર ને રૂંધાયા છે મધુ કંઠ,

ના ત્યાગો મારા માધવ વૃન્દાવન,

 

ના સંભળાયે વ્હાલા મોરલાના બોલ,

ભાંભરવાનું ભૂલી આ ગાયોની ઝોક,

યમુનાએ ઘોળી પીધો છે રંગ શામળો,

કેમ કરી માનું? છોડે જશોદાનો લાડલો,

 

શીદને કીધી વાતો સંબંધોની ઠાલી,

કે રાધાનો હું ને રાધા મારી,

નાથ ચરણોને આધાર આપી હરખતું,

જોને કેવું રડે છે, આ કદમ હીબકતું,

 

ઠાલો કહેતો ફરતો કે હું વૈકુંઠ ને વ્રજનો,

આજ દીઠો લાલ તને જતો થઈ મતલબનો,

કેમ કરી ભૂલશું કાન તારા સંબંધોની માયા,

હાય! આજ ગોકુળમાં અવળા વાયરા વાયા !



Rate this content
Log in

More gujarati poem from Ramesh Patel

Similar gujarati poem from Fantasy