સમજાય છે ?
સમજાય છે ?
કેમ કુદરત મૌનથી મલકાય છે !
દર્દથી દરિયો ઘણો મૂંઝાય છે,
પ્યાસ અકળાવે, દઝાડે આગથી,
વાદળીને કયાં બધું સમજાય છે ?
ખૂબ માંડી મીટ, ખુલ્લું આભ છે,
મેઘ તોયે કયાંક તો દેખાય છે !
મૂકતો દરિયો બધી માઝા હવે,
એ અદાઓથી નદી લોભાય છે,
આજ 'સાગર' આ નદી ઘેલી બની,
ભેટવા પિયુને છલોછલ થાય છે.
