Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijita Panchal

Romance

4  

Vijita Panchal

Romance

શું ફેર પડે છે ?

શું ફેર પડે છે ?

1 min
445


લાગણીના બીજ રોપાયાં છે આ ધરતીમાં,

હવે વરસાદ આવે ના આવે, શું ફેર પડે છે !


પ્રેમના પર્ણો ફેલાયા છે આકાશમાં,

હવે વાયરો આવે ના આવે, શું ફેર પડે છે !


એની આંખનું કાજળ હસી રહ્યું છે મારી આંખોમાં,

હવે નીંદર આવે ના આવે, શું ફેર પડે છે !


ચહેરાનું નૂર ટપકે છે એના ગાલ પર, 

હવે તડકો આવે ના આવે, શું ફેર પડે છે !


એના સ્મિતની લહેરખી પથરાઈ છે મારા દિલમાં,

એ જાતે આવે ના આવે, શું ફેર પડે છે !


મારી હૈયાની દોર આપી દીધી છે એના હાથમાં,

હવે એ હા પાડે કે ના, શું ફેર પડે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance