Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Others

શું એવું ના થઈ શકે ?

શું એવું ના થઈ શકે ?

1 min
316


મારા મૌનને પણ તું સમજી જાય,

મારો ચહેરો પણ તું વાચી જાય,

મારી પીડાઓને પામી જાય,

શું એવું ના થઈ શકે ?


ખુશીઓ તને મળે અને સ્મિત મારું હોય,

તારા હૈયે ઉભરતી પ્રીત મારી હોય,

તારા હોઠે ગીત મારું હોય,

શું એવું ના થઈ શકે ?


વરસે વાદળી ને ધરતી હરખાય,

આ આકાશના પ્રેમે ધરતી ભીંજાઈ,

તારા હૈયે કૂંપળ ફૂટે મારા પ્રેમની,

શું એવું ના થઈ શકે ?


તલાશ તું કરે ખુશીની,

તારામાં હું ભળી જાઉ,

મારામાં ખુશી તારી મળી જાય,

શું એવું ના થઈ શકે ?


મારા શબ્દોને તારા હૃદયમાં સ્વીકાર મળી જાય,

તો મારા જીવનને નવો આકાર મળી જાય,

જો તારા હૈયે મને મીઠો આવકાર મળી જાય,

શું એવું ના બની શકે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance