શ્રાદ્ધ પક્ષ
શ્રાદ્ધ પક્ષ
1 min
5
*શ્રાદ્ધ પક્ષ* ૨૦-૯-૨૦૨૪
આવ્યાં શ્રાધ્ધનાં દિવસ જુઓ,
સોળ દિ દાન પૂણ્ય થાય જુઓ.
પિતૃદોષ નિવારણ માટે આ બધું છે,
જીવતાં ઈચ્છા અધૂરી રહી જાય છે.
કાગવાસ નાખીને સંતોષ અપાય છે,
ભાવના એવી પિતૃઓ તૃપ્ત થાય છે.
શ્રાદ્ધ પક્ષમાં ભજન કીર્તન થાય છે,
તિથિ પ્રમાણે ધાર્મિક વિધિ થાય છે.
શ્રાદ્ધ પક્ષમાં ખીર,પુરી, બનાવાય છે,
ગાય, કૂતરાં ને, કાગવાસ નખાય છે.
પિતૃની તૃપ્તિ માટે દાન પૂણ્ય થાય છે,
જીવતાં નાં પામ્યાં પિતૃને રાજી કરે છે.
કાગને અન્ન આપી સત્કાર્ય થાય છે,
કાગ થકી જ પીપળો ને વડ ઉગે છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖