શોષણ
શોષણ
1 min
140
એવાં ગુલામ બનાવી દીધાં હતાં,
શોષણ કરી કસ કાઢી નાંખતા હતાં
અપૂરતો ખોરાક ને ઢસરડા ઘણાં હતાં,
ભાવના માનવતા ભૂલાઈ ગઈ હતી,
શોષણ કરે ને ચાબખા મારતાં હતાં,
આમ ગુલામી પ્રથા ચાલુ થઈ હતી,
અબાલવૃદ્ધ સૌને એક રીતે હંકારે,
ઓછાં વેતનમાં કામ વધુ કરાવે
શોષણ કરી ગર્વ અનુભવે,
વિરોધ કરનારને સજા આપે,
શોષણ કરી અહમને પોષે
ઓછાં માણસે વધારે કામ કરાવે,
શોષણ કરી સંગ્રહખોરી કરે,
એ થકી જોહુકમી કરે
પોતે સાહેબને બીજાને મગતરા સમજે.