Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Abstract

4  

Kiran piyush shah "kajal"

Abstract

શકું છું

શકું છું

1 min
301


વિચારો હવે તો ઉતારી શકું છું

જવાબો પછી તો વિચારી શકું છું,


અલગથી વિચારી અનોખું કરો ને, 

કદી આપશો સાથ ધારી શકું છું,


ન નિર્ધાર પાકો ન મનની અડગતા, 

છતાં પણ પહોંચી સુધારી શકું છું,


ન દોસ્તી કરી છે ન દુશ્મની પણ, 

છતાં વાત તારી વધારી શકું છું,


લડત આપવા ખાસ કોશિશ કરજો,

પ્રયાસો વિફળ થાય હારી શકું છું,


ન બોલી શકો તો લખીને બતાવો,

ને ઘર્ષણ તમારું નિવારી શકું છું,


મદદ માંગવા હાથ લંબાવ ત્યારે, 

હા ! તકલીફમાંથી ઉગારી શકું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract