શિયાળાની સવાર
શિયાળાની સવાર
ફૂલડે ફૂલડે ફોરમ છે શિયાળાની મૌસમ છે
પાંદડે પાંદડે ઝાકળ છે શિયાળાની મૌસમ છે
સવાર સાંજ ઠંડી છે શિયાળાની મૌસમ છે
રસ્તા રસ્તા ખાલી છે શિયાળાની મૌસમ છે
અંગે અંગે સ્વેટર છે શિયાળાની મૌસમ છે
ચૂલા અને સગડી ની રમઝટ છે શિયાળાની મૌસમ છે
કાયાની કસોટી છે શિયાળાની મૌસમ છે
દુકાનોમાં ભીડ જામી છે શિયાળાની મૌસમ છે
ગરમ કપડાની મહામારી છે શિયાળાની મૌસમ છે
જ્યાં જુઓ ત્યાં ઓસમ્ છે શિયાળાની મૌસમ છે