Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

શેનો જીવલા ?

શેનો જીવલા ?

1 min
382


કબૂતર જેમ આ ફફડાટ શેનો જીવલા ?

ભરી લે શ્વાસ તું તરખાટ શેનો જીવલા ?


કદી છોડી જવાનો દેહને નક્કી જ છે.

પછી આ આટલો ઉચાટ શેનો જીવલા ?


કરીલે કર્મ સારા છોડ ઝંઝટ તું બધી,

નકામો આ બધો બબડાટ શેનો જીવલા ?


ફરે છે શીદને ચિંતા લઈને આમ તું,

અને હોઠો ઉપર કકળાટ શેનો જીવલા ?


સિકંદર પણ ગયો ખાલી કશું ના લઈ ગયો,

કશુંયે પામવા તલસાટ શેનો જીવલા ?


Rate this content
Log in